બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેરના વીસીપરામાં ભીમરાવનગરમાં રહેતી પાયલબેન દિપકભાઇ ચૌહાણ (ઉ.વ.૨૧)નામની પરિણીતાએ ગઈકાલે અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઇ લેતા તેનું મૃત્યુ થયું હતું. બનાવને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૃતક પાયલબેનનો લગ્નગાળો એક વર્ષનો છે. તેઓ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા અને તેમને સંતાન નથી. બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.