ટંકારા શહેર મધ્યે જૂનાં આર્ય સમાજ નજીક ત્રણ હાટડી વિસ્તારમાં આવેલ રાજા શાહી વખતનું ૧૩૫ વર્ષ જૂનું રામજી મંદિર આવેલું છે. જેનું હાલે રિનોવેશનનુ કામ ચાલુ છે. અને સ્થાનિક રહીશો દ્વારા એકજૂથ થઈને મંદિરનું નવ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મંદિરના નવ નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરવા કપીરાજ આવી પહોંચ્યા હતા.
ટંકારાના ત્રણ હાટડી રામજી મંદિરનું નવ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે સ્થાનિક રહિશો દ્વારા રામજી મંદિરનું પુનઃનિર્માણ રંગેચંગે થાય તે માટે એકજુટ થઈ કામગીરી કરવામાં આવી રહી છે. હાલ મંદિરના નવ નિર્માણ કાર્યને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે મંદિર નિર્માણની વિઝીટ કરવા કપિરાજ મહારાજ ભર બપોરના ટાણે પહોચી જઇ મંદિરની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જે જોઈ સૌ રામભક્ત આનંદીત થયા હતા. આ ક્ષણને પ્રેસ ફોટોગ્રાફર જગુભાઈ બાવાજીએ પોતાના કેમેરામાં કેદ કરી હતી. આ મંદીરના પુજારી રામપ્રસાદ વજેરામ કુબાવત પરીવારે મહાવીરના આગમનને વધાવી હતી.