મોરબીમા ઘડિયા લગ્નના આયોજન અંગેની પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની મહેનત રંગ લાવી રહી હોય તેમ આજે
તેમના નિવાસસ્થાને દરજી જ્ઞાતિના ઘડિયા લગ્નનું આયોજન સાદગીપૂર્ણ રીતે કરવામાં આવ્યુ હતુ.
ભભકાદર લગ્ન પ્રસંગમાં કરવામાં આવતા ખોટા ખર્ચ બંધ કરી સદગી પૂર્ણ લગ્ન કરવાની પાટીદાર સમાજની પહેલને આગળ ધપાવવા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પોતાના ઉમા ટાઉનશીપ મુકામે આવેલા નિવાસસ્થાને જે કોઈ સમાજ ઘડિયા (ત્વરિત) લગ્નનું આયોજન કરશે તેઓને આ જગ્યા ઉપરાંત તેમના તરફથી ભોજન સમારંભનો સંપૂર્ણ ખર્ચ આપવામાં આવશે. તેવી જાહેરાત કરી હતી. આ માટે વર્તમાન સમયની કોરોના અન્વયેની સરકારની ગાઈડલાઈન છે ત્યાં સુધી અને તે મુજબ બંને પક્ષમાંથી 50 વ્યક્તિ -50 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરેલ જેમાં આજે દરજી જ્ઞાતિ દારા ઘડિયા લગ્ન યોજાયા હતા આ પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી તેમજ પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતીભાઈ કલાવડીયા, પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ સિરામિક ઉદ્યોગપતિ વેલજીભાઈ બોસ (બોસ સીરામીક) તથા દરજી સમાજના પ્રમુખે હાજરી આપી લગ્ન ગ્રંથિથી જોડાનાર નવ દંપતીને રૂડા આશીર્વાદ આપ્યા હતા.