શિસ્ત અને સંગઠન મા માનનારી ભાજપ મા નેતાગીરી ની નારાજગી દર્શાવી વિરોધ નો વંટોળ ઉઠયો છે હજુ પણ મોટા પ્રમાણમાં અસંતોષ જોવા મળશે કે ભાજપ બધુ બરોબર કરી લેશે??
ભારતીય જનતા પાર્ટીના પુર્વ સંગઠન પ્રમુખ પ્રવિણ લો લડિ લેવા ના મુડમાં 16 બેઠકો ઉપર સિધ્ધી અસર કરશે સ્થાનિક નેતાગીરી થી નારાજ હોવાનું જણાવ્યું કોગેસ મા પણ જોડાઈ શકે ના આપ્યા સંકેત. સક્ષમ નેતા અને માડફાડીયુ કામ માટે લો લડી લેવા ના મુડમાં આવી જતા ભારે ચકચાર મચી છે
ઓટાળા ગામ ના બળુકા બેચર ધોડાસરા જે જીલ્લા યુવા ભાજપના મંત્રી છે તેની ટીકીટ કપાતા રાત્રી સભા મળી હતી જેમાં સર્વ જ્ઞાતિ એ અપક્ષ ઉમેદવાર ઉતારવા એકી અવાજે હાકલ કરતા ખડખડાટ મચી ગયો છે. ઓટાળા ગામે અપક્ષ ને જીતાડવા અને ભાજપ કોંગ્રેસ ને ભરી પિવા નારા લગાવ્યા હતા.
મોટા ખિજડીયામા મહિલા માટે મોટુ માથુ અને તાલુકા ભાજપ મા મંત્રી જગોદરા કૈલાસબેને પણ નારાજ થઈ રાજીનામું આપ્યું હાલ ગામ પંચાયત ના સદસ્ય છે અને અનેક મહિલાઓ ની ઓળખ છે સિધ્ધિ નુકસાની થશે. ટંકારા શહેર પણ બળતરા કાઢવા મા પાછળ નથી માજી સરપંચ અને અનેક પેજ પ્રમુખ અને હોદેદારો સાથે રાત્રી સભા મળી અપક્ષ ઉમેદવાર તરીકે યુવા ભાજપ ના પત્ની ને ઉતાર્યા રીતસર નુ જંગ જામ્યો હોય એમ ભરી પિવા હાકલ લગાવી આમ જોઈ તો પાટીદાર સમાજ સિવાઈ ની તમામ સંગઠન અને આગેવાનો એકજુઠ થઈ પક્ષ થી નારાજ જોવા મળ્યા એ પહેલી વાર બન્યુ છે.
ગઈ કાલે ભાજપે એની યાદી જાહેર કરતા ટંકારા તાલુકાના રાજકારણ મા કજીયો થતો જોવા મળે છે ઠેર ઠેર થી નારાજગી સામે આવે છે ત્યારે ભાજપ ને ભારી પડી શકે એવી સ્થિતિ ઉભી થઈ છે. કોગેસ ને હરખાવવા ની જરૂર નથી એતો હજી નામ પણ જાહેર કરી શકી નથી ત્યારે કોગેસ મા પણ કચવાટ ઉભો થઈ શકે છે.