રોકડા રૂ ૭૪,૪૦૦ /-મળી કુલ રૂ ૮૪,૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરતી ટંકારા પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધીકા ભારાઈ તથા સીપીઆઈ આઈ.એમ.કોંઢીયાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં પ્રોહી/જુગારની બદી નાબુદ કરવા સુચના થઈ આવેલ હોય જે અનુસંધાને ટંકારા પોલીસ સ્ટાફ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ચોક્કસ હકિકત આધારે જબલપુર ગામની સીમમાં મનોજભાઈ પ્રાગજીભાઈ ફેફર (રહે જબલપુરગામ તા. ટંકારા જી. મોરબી) વાળા પોતાના સબંધી કાકાનાં કબ્જા ભોગવટા વાળા વાડી ખેતરે બહારથી માણસો બોલાવી પૈસા પાના વતી પૈસા ની હારજીત નો જુગાર રમી રમાડતા હોય જે બાતમીના આધારે દરોડો કરતાં સ્થળ પરથી જુગાર રમતા મનોજભાઈ પ્રાગજીભાઈ ફેફર (ઉ.વ.૪૨ ધંધો ખેતી રહે જબલપુર ગામ તા. ટંકારા જી. મોરબી), વેલજીભાઈ હંસરાજભાઈ સવસાણી (ઉ.વ.૪૬ ધંધો ખેતી રહે. કલ્યાણપર તા. ટંકારા જી. મોરબી), સુરેશભાઈ ઠાકરશીભાઈ પનારા (ઉવ.૪૫ ધંધો ખેતી રહે. લગધીરગઢ તા. ટંકારા જી. મોરબી), મનિષભાઈ રમેશભાઈ કાનાણી (ઉવ.૩૩ ધંધો ડ્રાઈવીંગ રહે.રવાપર રોડ ક્રિષ્ના સ્કુલની બાજુમા તા.જી.મોરબી), મહેશભાઈ ગણેશભાઈ ઘેટીયા (ઉવ.૪૫ ધંધો ખેતી રહે. જબલપુર તા. ટંકારા જી. મોરબી) વાળાઓને રોકડા રૂ. ૭૪,૪૦૦/- તથા મોબાઈલ ફોન નંગ ૦૫ (કિં.રૂ ૧૦૦૦૦/-) મળી કુલ કિં.રૂ.૮૪,૪૦૦/-નાં મુદ્દામાલ સાથે જડપી પાડી તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪,૫ મુજબ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.
ઉપરોકત કામગીરીમાં પીએસઆઈ બી.ડી.પરમાર, સર્વેલન્સ સ્કવોડનાં એ.એસ.આઈ. કિશોરદાન ગઢવી, પો.હેડ.કોન્સ. નગીનદાસ નીમાવત, વિજયભાઈ બાર, પો.કોન્સ સિધ્ધરાજસિહ જાડેજા, વિજયભાઈ ચાવડા સહિતનો સ્ટાફ રોકાયેલો હતો.