Friday, December 27, 2024
HomeGujaratટંકારા : વીરપર ગામના પાધરમાં ટ્રેકટર અને ટાટા વાહન વચ્ચે અકસ્માત, એક...

ટંકારા : વીરપર ગામના પાધરમાં ટ્રેકટર અને ટાટા વાહન વચ્ચે અકસ્માત, એક ઈજાગ્રસ્ત

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભરતભાઇ નરભેરામભાઇ દલસાણીયા (ઉ.વ.૪૯, ધંધો.ખેતી, રહે.જેપુર, મોરબી) એ ટાટા ૭૦૯ નં. જીજે-૦૩-બીવી-૫૧૬૦નાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૧૪ ના રોજ સવારના આશરે સવા સાતેક વાગ્યાના અરસામાં મોરબી રાજકોટ હાઇવે વીરપર પાધરમાં નાળા પાસે ફરીયાદી પોતાના હવાલા વાળુ ટ્રેકટર નં. જીજે-૦૩-એલ-૩૦૫ લઇને જતા હતા ત્યારે આરોપીએ પોતાના હવાલાવાળુ ટાટા ૭૦૯ રજી નં. જીજે-૦૩-બીવી-૫૧૬૦ ફુલ સ્પીડમાં ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના ટ્રકટરની સાઇડ કાપી સાઇડમાંથી ઠોકર મારતા ફરીયાદીનુ ટ્રેકટર પ્લટી ખાઇ જતા ફરીયાદીનો જમણો પગ ટ્રેકટરના મોટા વ્હીલ નીચે આવી જતા જમણા પગના ઢીચણ નીચે નળાના ભાગે ફેકચર કરી તથા સાથળનાં ભાગે સામાન્ય ફેકચર તથા મણકાનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ અંગે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!