કોરોના ગાઈડ લાઈનનો ભંગ કરવાના ગુન્હામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતો આરોપી આજે મિતાણા ચોકડી નજીકથી ઝડપી લેવામાં આવ્યો હતો.
મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધીકા ભારાઇ તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર એચ.એન.રાઠોડના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાંથી નાસતા ફરતા આરોપી પકડવા ડ્રાઇવ સબબ સુચના થઇ આવેલ હોય જે અનુસંધાને અમો પો.સબ.ઇન્સ.બી.ડી.પરમારની સુચનાઅને માર્ગદર્શન મુજબ ASI ફારૂકભાઇ યાકુબભાઇ પટેલ ASI પ્રદીપભાઇ નથુભાઇ ગોહેલ તથા ULR પૃથવીરાજસિંહ રણજીતસિંહ જાડેજાને મળેલ બાતમી આધારે મીતાણા ચોકડી પેટ્રોલ પંપ પાસે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એકેડેમિક ડીસીઝ એક્ટના ગુન્હામાં છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો આરોપી માંગીલાલ નાહરસીંહ ડાવર (ઉ.વ.૩૦) ધંધો મજુરી રહે.ખાડાપુરા કુંડી તા.ગંધવાની જી.ધાર (મધ્યપ્રદેશ)વાળો આરોપીને અટક કરી પોલીસ સ્ટેશન લાવી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
આ કામગીરીમાં પો.સબ.ઇન્સ. બી.ડી.પરમાર તથા ASI ફારૂકભાઇ યાકુબભાઇ પટેલ ASI પ્રદીપભાઇ નથુભાઇ ગોહેલ તથા ULR પૃથવીરાજસિંહ રણજીતસિંહ જાડેજા તથા UPC જીતેન્દ્રભાઇ ઘેલાભાઇ એ રીતેના પોલીસ સ્ટાફએ સફળ કામગીરી કરેલ હતી.