Thursday, December 26, 2024
HomeGujaratટંકારા : લજાઈ ચોકડી નજીક કારચાલકે એક્ટિવાને હડફેટે લેતા એક્ટીવા ચાલક ઈજાગ્રસ્ત,...

ટંકારા : લજાઈ ચોકડી નજીક કારચાલકે એક્ટિવાને હડફેટે લેતા એક્ટીવા ચાલક ઈજાગ્રસ્ત, ફરિયાદ નોંધાઈ

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભાવેશભાઈ હિરાલાલ શર્મા (ઉ.વ.૨૯ ધધો-આયુષ્માન કાર્ડમા નોકરી રહે. રાજકોટ ૧૪૧ સીધી રેફ્યુજી કોલોની જુલેલાલ મંદિરની બાજુમા) એ આરોપી ફોર્ડ ફીગો ટાઈટેનીયમ નં. જીજે-૩૬-એલ-૭૨૨૪નાં ચાલક મુકેશભાઈ જગદીશભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૧૬ માર્ચના રોજ બપોરના આશરે અઢી વાગ્યાના અરસામાં ફરીયાદી પોતાનું એકટીવા નં. જીજે-૦૩-એચક્યુ-૮૪૨૩ લઈને મોરબીથી ટંકારા ખાતે પોતાના નોકરીનાં કામ સબબ જતા હતા ત્યારે લજાઈ ચોકડી પાસે ગુરુકૃપા હોટલની સામે પહોંચેલ ત્યારે પાછળથી ફોર્ડ ફીગો ટાઇટેનિયમ નં. જીજે-૩૬-એલ-૭૨૨૪ના ચાલકે પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના એક્ટીવાને ઓવરટેક કરી આગળ આવી એકદમ બ્રેક મારી દેતા અકસ્માત કરી ફરીયાદીના મોઢાના ભાગે તથા ડાબા હાથ તથા જમણા હાથના ખભાના ભાગે ઇજા થઇ હતી. બનાવ અંગે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!