Friday, April 26, 2024
HomeGujaratટંકારા : મોટરસાયકલ ચાલકે હડફેટે લેતા વૃદ્ધ ઈજાગ્રસ્ત, ફરિયાદ નોંધાઈ

ટંકારા : મોટરસાયકલ ચાલકે હડફેટે લેતા વૃદ્ધ ઈજાગ્રસ્ત, ફરિયાદ નોંધાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના લક્ષ્મીનારાયણ મંદિર નજીક રહેતા દયાલજીભાઈ ચતુરભાઈ ભાલોડીયા (ઉ.વ.૬૨) એ ફરિયાદ નોંધાવી છે કે તે પોતાના ઘરેથી તેમના ભાઈના ઘરે તેમના માતાને રૂટીન મુજબ મળવા જતા હતા ત્યારે તેના ઘરની બહાર શેરીમાં સફેદ એકટીવા જેવા મોટર સાઈકલ નં. જીજે-૩૬-પી-૪૪૦૭ નાં ચાલક રાજેશભાઈ રણછોડભાઈ દુબરિયા એ પોતાનું એકટીવા પુર ઝડપે ચલાવીને તેને પાછળથી હડફેટે લઇ માથાના ભાગે તથા હાથ પગમાં શરીરે મુંઢ ઈજા પહોંચાડી નાશી ગયો હતો. ટંકારા પોલીસે બનાવની ફરિયાદનાં આઘારે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!