પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમા હોય દરમ્યાન મોરબી-રાજકોટ હાઈવે પર લજાઈ ચોકડી પાસે રીક્ષા રજી. નં. જીજે-૩૬-યુ-૩૦૮૯ શંકાસ્પદ લાગતા તેને રોકી તલાશી લેતાં તેમાંથી પ્લા.ના સફેદ બાચકા માં કેફી પ્રવાહી દેશીદારૂ ભરેલ પ્લા.ની પારદર્શક કોથળીઓ નંગ ૫૪ જે એક કોથળીમાં આશરે ૦૫ લીટર દેશીદારૂ ભરેલ હોય જે કુલ પ્લા.ની કોથળીઓ નંગ-૫૪ જેમાં દેશીદારૂ લીટર આશરે-૨૭૦ (કિં.રૂ.૫,૪૦૦/-) મળી આવતા પોલીસે દેશીદારૂ તથા બજાજ કંપનીની રીક્ષા રજી. નંબર જી.જે.-૩૬-યુ.૩૦૮૯ (કિં.રૂ.૬૦,૦૦૦/-) મળી કુલ કિં.રૂ.૬૫,૪૦૦/- નાં મુદ્દામાલ સાથે આરોપી પ્રવિણભાઈ મોહનભાઈ ગોહીલ (ઉ.વ.૩૦, ધંધો.રીક્ષા ડ્રાઇવીંગ, રહે.રામનાથપરા ભવાનીનગર શેરી નં-૫ મુળ રહે મોરબી નવલખી ચોકડી પાસે આશાપાર્ક મોરબી) વાળાને ઝડપી પાડી પોલીસે તેનો કોવીડ-૧૯ સંબંધિત મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ તેની વિધિવત અટક કરવા તજવીજ હાથ ધરી છે









