ટંકારાના વતની મહર્ષિ દયાનંદ સરસ્વતી ની ૨૦૦ મી જન્મજયંતિ ની ઉજવણીમાં છેલ્લા ત્રણ દિવસથી ટંકારા દયાનંદ મય બની ગયું હતું અને ત્રિદિવસીય આ ઉત્સવમાં દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્ર પતિથી લઈને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો એ પણ હાજરી આપી હતી.
આજે છેલ્લા અને ત્રીજા દિવસે રાષ્ટ્ર પતી દ્રૌપદી મૂર્મુ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટંકારાના મોટી ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ટંકારા જે હાલ ગ્રામ પંચાયત તરીકે કાર્યરત છે તે ટંકારાના નગરપાલિકા બનાવવા માટે ટંકારાના લોકોની માંગ હતી અને ટંકારાના નેતાઓ એ પણ આ મામલે અનેક વખત રજુઆત કરી હતી ત્યારે આજે મહર્ષિ દયાનંદ સરસ્વતી ના જન્મદિવસે ટંકારા ને જાણે યુવાન બનાવ્યું હોય તે રીતે મુખ્યમંત્રી દ્વારા ટંકારા ને નગરપાલિકા બનાવવામાં આવનાર હોવાની જાહેરાત કરવામાં આવી હતી અને આ જાહેરાત થતા ની સાથે જ ટંકારાવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.