Monday, May 4, 2026
HomeGujaratટંકારા: સરાયા ગામે રહેણાંકમાંથી ૨૮૯ લીટર દેશી દારૂ સાથે એક પકડાયો, એક...

ટંકારા: સરાયા ગામે રહેણાંકમાંથી ૨૮૯ લીટર દેશી દારૂ સાથે એક પકડાયો, એક ફરાર

ટંકારા તાલુકાના સરાયા ગામે ક્રાઈમ બ્રાંચ મોરબી દ્વારા પૂર્વ બાતમીને આધારે રેઇડ કરતા, જ્યાં રહેણાંક મકાનમાંથી ૨૮૯ લીટર દેશી દારૂ કિ.રૂ.૫૭,૮૦૦/- જપ્ત કર્યો હતો. આ સાથે આરોપી ઈમ્તીયાઝ ઉર્ફે ઇન્તુ જેશાણીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડની ટીમને ખાનગી બાતમી મળી હતી કે ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા ઈમ્તીયાઝ ઉર્ફે ઇન્તુ અબ્દુલભાઈ જેશાણી પોતાના રહેણાંક મકાનમાં દેશી દારૂનો જથ્થો રાખી તેનું ગેરકાયદે વેચાણ કરે છે. આ બાતમીના આધારે ટીમે સ્થળ પર રેઇડ કરી હતી. જ્યાં દરોડા દરમિયાન આરોપી ઈમ્તીયાઝ જેશાણીના રહેણાંક મકાનમાંથી કુલ ૨૮૯ લીટર દેશી દારૂ કિ.રૂ.૫૭,૮૦૦/- કબજે કરવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીની પૂછતાછમાં અન્ય આરોપી તરીકે રાહુલ દેવીપુજક રહે. જારીયા રાજકોટ વાળાનું નામ સામે આવ્યું છે, જે આરોપીને હાલ ફરાર દર્શાવી પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!