Saturday, May 2, 2026
HomeGujaratટંકારા: હરિઓમ સોસાયટીમાં રહેણાંકમાંથી દારૂના ૩૮૪ ચપલા સાથે એક પકડાયો, એક ફરાર

ટંકારા: હરિઓમ સોસાયટીમાં રહેણાંકમાંથી દારૂના ૩૮૪ ચપલા સાથે એક પકડાયો, એક ફરાર

ટંકારા પોલીસે પૂર્વ બાતમીને આધારે હરિઓમ સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી, ત્યારે મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડના ૩૮૪ નંગ ચપલા મળી આવ્યા હતા, રેઇડ દરમીયાન પકડાયેલ મકાન માલીકની સઘન પૂછતાછમાં દારૂનો જથ્થો જામનગર જીલ્લાના પીઠળ ગામના તેનો મિત્ર આપી ગયો હોવાનું જણાવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, હરિઓમ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ ભાડજા પોતાના રહેણાંક મકાને વિદેશી દારૂ રાખી તેનું વેચાણ કરે છે, જેથી તુરંત ઉપરોક્ત રહેણાંકમાં રેઇડ કરતા જ્યાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૮૦મીલી.ની ૩૮૪ નંગ બોટલ કિ.રૂ.૫૭,૬૦૦/- મળી આવી હતી. જેથી પોલીસે આરોપી નરેન્દ્રભાઈ ઉર્ફે મુન્નાભાઈ મગનભાઈ ભાડજા ઉવ.૫૦ ની સ્થળ ઉપરથી ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપીની પૂછતાછમાં આ વિદેશી દારૂનો જથ્થો તેમના મિત્ર સમીરભાઈ રસુલભાઈ પીલુડિયા હાલ રહે. પીઠળ તા.જોડીયા જી.જામનગર મૂળ રહે.ટંકારા વાળો આપી ગયેલાની કબુલાત આપતા, ટંકારા પોલીસે વિદેશી દારૂ, એક મોબાઇલ સહિત ૬૨,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!