Monday, April 29, 2024
HomeGujaratટંકારા : મીતાણા ચોકડી નજીકથી રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતાં એક ઝડપાયો,...

ટંકારા : મીતાણા ચોકડી નજીકથી રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતાં એક ઝડપાયો, એકની શોધખોળ

બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા.૯નાં રોજ ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન રીક્ષા રજી. નં. જીજે-૦૩-એઝેડ-૦૧૦૭ શંકાસ્પદ લાગતા તેને રોકી તલાસી લેતા તેમાંથી દેશી દારૂ ભરેલા બાચકા નંગ-૮ જેમાં પ્લાસ્ટિકની પારદર્શક કોથળીઓ નંગ-૮૦ જે એક કોથળીમાં આશરે ૫ લીટર દેશી દારૂ ભરેલ હોય જે કુલ કોથળી નંગ-૮૦માં કુલ ૪૦૦ લીટર દેશી દારૂ (કિ.રૂ.૮૦૦૦/-) મળી આવ્યો હતો. પોલીસે દેશી દારૂ(કિ.રૂ.૮૦૦૦/-) તથા બજાજ કંપનીની રિક્ષા (કિં.રૂ.૨૫૦૦૦/-) મળી કુલ કિં.રૂ.૩૩૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આરોપી પ્રવિણભાઈ ઉર્ફે જીતો મોહનભાઈ ગોહિલ (રહે.રાજકોટ રામનાથપરા ભવાનીનગર શેરી નં. ૫, મુળ રહે. મોરબી નવલખી ચોકડી પાસે આશાપાર્ક તા.જી.મોરબી) વાળો હાજર મળી ન આવતા તેને પકડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!