Saturday, December 28, 2024
HomeGujaratટંકારા : બે બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત, બે ઘાયલ

ટંકારા : બે બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત, બે ઘાયલ

ટંકારા : ટંકારા નજીક મિતાણા-નેકનામ રોડ જી.ઈ.બી ઓફિસની સામેના ભાગે રોડ ઉપર બે બાઈક સામાસામા અથડાતા એક બાઈક ચાલકને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં અન્ય બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.ટંકારા પોલીસે બનાવની ફરીયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હંસાબેન કેતનભાઇ રાઠોડ (ઉ.વ.૩૦ ધંધો-ઘરકામ રહે.ગામ ઉકરડાતા.પડધરી જી. રાજકોટ)એ આરોપી સ્પ્લેન્ડર મોટરસાયકલ નં. જીજે-૦૩-ઈએફ-૮૬૧૨ વાળાનાં ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૪ ના રોજ સાંજના સાડા પાંચ પોણા છએક વાગ્યાના અરસામાં ફરીયાદી તથા તેમના ભાઈ હરજીવનભાઈ પોતાના હવાલાવાળુ જીજે-૩૬-ક્યુ-૯૮૪૩ નંબરનું મોટરસાયકલ ચલાવીને ધ્રોલીયા થી ઉકરડા જતા હતા ત્યારે મિતાણાથી નેકનામ જતા રોડ જીઈબીની સામે રોડ ઉપર સામેથી એક સ્પ્લેન્ડર મો.સા જેના રજી નં. જીજે-૦૩-ઈએફ-૮૬૧૨ વાળાનો ચાલક પોતે પોતાનું મો.સા પુરઝડપે અને બેફીકરાઈથી ચાલવીને પોતાનુ મોટરસાઇક ફરીયાદીના મોટરસાયકલ સાથે ભટકાડતા ફરીયાદીને તથા ફરીયાદીના જેઠની દિકરી દ્રાષ્ટીને ઈજા પહોંચી હતી.તેમજ ફરીયાદીના ભાઈ હરજીવનભાઈને માથાના ભાગે તથા મોઢાના ભાગે ગંભીર ઈજા થવાથી તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!