Saturday, October 5, 2024
HomeGujaratવાંકાનેર : જેતપરડા ગામના પાદરમાં બે બાઈક વચ્ચે અકસ્માત, એક બાઈકચાલકનું મોત

વાંકાનેર : જેતપરડા ગામના પાદરમાં બે બાઈક વચ્ચે અકસ્માત, એક બાઈકચાલકનું મોત

વાંકાનેર નજીક જેતપરડા ગામના પાદરમાં બે બાઈક વચ્ચેના અકસ્માતમાં એક બાઈક ચાલકને ગંભીર ઇજા થવાથી તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના ભત્રીજાએ અજાણ્યા મોટરસાયકલ ચાલક સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે અજાણ્યા મોટરસાયકલ ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઇન્દ્રજીતસિંહ વનરાજસિંહ ઝાલા (ઉ.વ.૩૨, ધંધો ખેતી રહે જેતપરડા તા.વાંકાનેર)એ એક અજાણ્યા મોટરસાયકલના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૭ ના રોજ ફરીયાદીના કાકા રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા (ઉ.વ.૫૦) વાળા પોતાનું મોટર સાયકલ નં. જીજે-૦૩-એચએલ-૨૦૪૫ લઇને જેતપરડા ગામ તરફ જતા હતા ત્યારે સામેથી એક અજાણ્યો મોટર સાયકલ ચાલક પોતાના હવાલાવાળું મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સાહેદ રાજેન્દ્રસિંહના મોટર સાયકલ સાથે સામેથી ભટકાડતા અકસ્માત સર્જાતા રાજેન્દ્રસિંહને માથામાં ગંભીર હેમરેજ જેવી ઇજા થતા ચાલુ સારવાર દરમ્યાન બેભાન હાલતમાં તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની ફરિયાદ નોંધીને વાંકાનેર સીટી પોલીસે ફરાર આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!