રાજકોટ શહેર બી ડિવીઝન પોલિસ સ્ટેશનના ચેઇન સ્નેચીંગના ગુન્હામા સંડોવાયેલ અને છેલા સાત વર્ષ થી પોલીસને હાથ તાળી આપી ફરાર (બનાવ સમયે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર) હાલ પુખ્ત રીઢા ગુનેગારને ઇ ગુજકોપ પોકેટ કોપ મોબાઇલની મદદથી પકડી લેવામાં ટંકારા પોલીસને સફળતા સાંપડી છે.
મોરબી જિલ્લા એસપી એસ.આર.ઓડેદરાની સુચના અને ડીવાયએસપી અતુલકુમાર બંસલ તથા સર્કલ પીઆઇ વી.એલ.પટેલના માર્ગદર્શન હેઠળ ટંકારા પો.સ્ટે.વિસ્તારમાં મોરબી જીલ્લાના તેમજ ગુજરાત રાજ્યના નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગેની કાર્યવાહી અર્થે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમીયાન ટંકારા પો.સ્ટે.સી પાર્ટ ગુ.ર.નં .૦૨/૨૦૨૨ પ્રોહી કલમ ૬૫ (એ) (એ) મુજબના ગુન્હાના કામે પકડાયેલ આરોપી (બનાવ સમયે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર) (રહે.મુળ મોટા રામપર તા.ટંકારા હાલ રહે.રાજકોટ કુબલીયા પરા ચંદ્રીકા પાનની સામેની શેરી નવલખી માતાજીના મંદીર પાસે તા.રાજકોટ) રાજકોટ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ચેઇન સ્નેચીંગના ગુન્હામા સંડોવાયેલ અને છેલ્લા સાત વર્ષથી ફરાર છે.
જે ઉપરોકત ગુનામાંથી જામીન પર છુટી લતીપર ચોકડીએ ઉભેલ છે જે અંગે બાતમી મળતા પોલિસ સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો જ્યાં આરોપીની પુછપરછ કરતા તથા ઇ ગુજકોપ પોકેટકોપ મોબાઇલ એપમાં સર્ચ કરતા આ શખ્સ જુદા જુદા પાંચ પોલીસ સ્ટેશનમા ચોપડે ચડેલ હોય જે અંગે આરોપી કબૂલાત આપતા તેને હસ્તગત કરીરાજકોટ શહેર બી ડિવીઝન પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરી છે.