Friday, April 19, 2024
HomeGujaratઅપહરણના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ટંકારા પોલીસ

અપહરણના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ટંકારા પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધિકા ભારાઈનાં માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા સુચન કરેલ હોય જે અંતર્ગત ગઈકાલે તા.૧૯નાં રોજ ટંકારા પોલીસ સ્ટેશનનાં એએસઆઈ ફીરોજખાન ઈબ્રાહિમખાન પઠાણ તથા પો.કોન્સ.વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ અર્જુનસિંહ ઝાલા સહિતનાઓ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ટંકારા પો.સ્ટે. વિસ્તારમાં મિતાણા ચોકડી પાસે લોધિકા પો.સ્ટે. ફર્સ્ટ (રાજકોટ ગ્રામ્ય) નાં અપહરણના ગુન્હાનો છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી રીસુ ઉર્ફે રાજુ S/o. પાંગુભાઈ કાળુભાઈ ડામોર (રહે. ધીકલ પો.સ્ટે. ઢેકલ વડી જી. જાંબુઆ, મધ્યપ્રદેશ) વાળો હોવાની ખાનગી રાહે બાતમી મળતા બાતમી રૂપી હકીકત વાળી જગ્યાએથી નાસતો ફરતો આરોપી મળી આવતા લોધિકા પો.સ્ટે.ને જાણ કરવા તજવીજ કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!