Thursday, January 9, 2025
HomeGujaratટંકારા : ટાવેરા કારમાં ઈંગ્લીશ દારૂનાં જથ્થાની હેરાફેરી કરતાં બે ઝડપાયા

ટંકારા : ટાવેરા કારમાં ઈંગ્લીશ દારૂનાં જથ્થાની હેરાફેરી કરતાં બે ઝડપાયા


આજરોજ પીઆઈ એચ. એન. રાઠોડનાં માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન એક સફેદ કલરની ટાવેરા કાર નં. જીજે-૩૬-એલ-૭૩૭૩માં ભારતીય બનાવડની ઈંગ્લીશ દારૂ રોયલ પ્લેયર પ્રીમીયમ ગ્રીન વ્હિસ્કીની બોટલો નંગ ૬૬ કિં.રૂ.૧૬૯૫૦/- સાથે આરોપી રવિભાઈ ગુણવંતભાઈ પનારા અને વસીમ અજીતભાઈ સાંજીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી દારૂની બોટલો તથા ટાવેરા કાર (કિં.રૂ.૩૦૦૦૦૦/-) મળી કુલ કિં.રૂ.૩૧૬૯૫૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૂનો જથ્થો આરોપીઓને ભગીરથસિંહ (રહે. લજાઈ) વાળાએ આપેલ હોવાનું ખુલતાં પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પીએસઆઈ બી.ડી.પરમાર, પો.હેડ.કોન્સ. નગીનદાસ નીમાવત, પો.કોન્સ સિધ્ધરાજસિહ અનિરૂધ્ધસિહ જાડેજા, સિધ્ધરાજસિહ અર્જુનસિહ રાણા, વિપુલભાઈ ગગુભાઈ બાલાસરા, મયુરભાઈ મશરૂભાઈ ઝાપડા, ખાલીદખાન રફીકખાન, હિતેષભાઈ વશરામભાઈ ચાવડા, રાહુલભાઈ માવજીભાઈ છૈયા સહિતનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!