Wednesday, December 25, 2024
HomeGujaratસુરતના મર્ડર કેસમાં ફરાર આરોપી વાંકાનેરથી પકડાયો

સુરતના મર્ડર કેસમાં ફરાર આરોપી વાંકાનેરથી પકડાયો

પ્રાપ્ત વિગતો અનુસાર સુરત શહેરના ખૂન કેસનો આરોપી કલ્પેશભાઈ અશોકભાઈ લુવાણા રહે. જગદીશનગર-1, લાભેશ્વર પોલીસ ચોકી પાછળ, વરાછા, સુરતવાળો અમદાવાદની સાબરમતી જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો. તે દરમિયાન વચગાળાના જામીન મેળવ્યા બાદ આ કેદી ફરાર થઈ ગયો હતો. જે ફરાર થઈને વાંકાનેરમાં છુપાયો હોવાની બાતમી મળતા સુરતના એએસઆઈ વાંકાનેર દોડી આવ્યા હતા અને તેઓએ વાંકાનેર સિટી પી.આઈ. બી.પી.સોનારા અને સ્ટાફના એ.એસ.આઈ હીરાભાઈ મઠીયા, હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્ર સિંહ ઝાલાની મદદથી આ આરોપીને પ્રતાપ ચોક પાસેથી ઝડપી પાડીને સુરત પોલીસના એ.એસ.આઈ. હસમુખ મોહનભાઈને સોંપવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!