Monday, May 13, 2024
HomeGujaratટંકારા પંથકમાં દારૂના ગુન્હામાં સંડોવાયેલા ફરાર આરોપી મોરબી ખાતેથી પકડાયો

ટંકારા પંથકમાં દારૂના ગુન્હામાં સંડોવાયેલા ફરાર આરોપી મોરબી ખાતેથી પકડાયો

ટંકારા પંથકમાં દારૂના ગુન્હામાં સંડોવાયેલા અને ત્રણેક માસથી ફરાર આરોપીને મોરબી ખાતેથી પકડી પાડવામાં મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા સાંપડી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી અને પેરોલ – ફર્લો સ્કવોડની ટિમ મોરબી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ બોરાણા તથા સહદેવસિંહ જાડેજાને ટંકારા પોલીસ સ્ટેશન પ્રોહીબીશનના ગુન્હામાં ફરાર શખ્સ અંગે બાતમી મળી હતી. જે બાતમીને પગલે સ્ટાફે મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક રેઇડ કરી ફરાર આરોપી સુનીલ કીશનભાઇ દેવીપુજક રહે. ચુનારાવાડ રાજકોટવાળાને દબોચી લીધો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી આ અગાઉ ટંકારા, મોરબી, રાજકોટ સહિત અનેક સ્થળોએ પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!