વાંકાનેર નજીક આવેલ હસનપર ગામેં રહેતા આરોપી સમીરભાઇ સતાભાઇ ભરવાડે પોતાના નાના ભાઇના છોકરો કેમ આપતા નથી તેમ કહી ભાઈના સસરાને લમધાર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વધુમાં આરોપી સમીરે હિરાભાઇ માધાભાઇ સરૈયા (ઉ.વ.૫૦ રહે.હસનપર ગામ તા.વાંકાનેર જી.મોરબી) ને ઢીકા પાટુનો માર મારી હાથમા પહેરવાનુ કડું માથામા ફટકાર્યું હતું. વધુમાં આરોપીએ મારી નાખવાની ધમકી આપતા હીરાભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.