હળવદના ભવાનીનગર વિસ્તારમાં એક માસ અગાઉ આધેડની હત્યાં નિપજાવી એકાદ માસથી ફરાર થયેલ આરોપીને ઝડપી લેવામાં મોરબી એલસીબી પોલીસને સફળતા સાંપડી છે.પોલીસે બાતમી આધારે જામનગરના કાલાવડ ખાતેથી આરોપી વનાને ઝડપી લીધો હતો.
હળવદ ખાતે એક માસ પહેલા કોઇ અગમ્ય કારણસર ભવાનીનગરના લાંબીદેરી વિસ્તારમાં રહેતા આધેડને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી તેની હત્યા નિપજાવવામાં આવી હતી આ પ્રકરણમાં સંડોવાયેલ આરોપી છેલા એક માસથી પોલીસને હાથ તાળી આપી પોલીસ પકડથી દૂર હતો આ દરમીયાન આરોપી વનરાજ ચતુરભાઇ કોળી (રહે. ભવાનીનગર લાંબીદેરી વિસ્તારમાં હળવદ જિ.મોરબી મુળ રહે. સુરેન્દ્રનગર) હાલ જામનગર જીલ્લાના કાલાવાડ વાડી વિસ્તારમાં હોવાની બાતમી મળતા મોરબી એલ.સી.બી.ની ટીમે કાલાવાડ ખાતે દોડી જઇ તપાસ હાથ ધરતા આરોપી વનરાજ ઉર્ફે વનો ચતુરભાઇ તલાસીયા ઝડપાયો હતો. પોલીસે આરોપીને દબોચી લઈ આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો હતો.