મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના દેશી દારૂના એક ગુન્હામાં તથા રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના મારા મારીના બે ગુન્હામાં એમ કુલ-૩ ગુન્હામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ/એલ.સી.બી.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટરને સુચના આપતા એન.બી.ડાભી પો.સબ.ઇન્સ, એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ રસિકભાઇ ચાવડા તથા પો.હેડ.કોન્સ. ચંન્દ્રકાંતભાઇ વામજા તથા જયેશભાઇ વાઘેલા ને ખાનગી રાહે મળેલ હકીકત આધારે મોરબી તાલુકા પો.સ્ટે. નાં દેશી દારૂ તથા રાજકોટ શહેરના કુવાડવા રોડ પો.સ્ટે.નાં મારામારીનાં બે ગુનામાં નાસતા ફરતા આરોપી બાબુભાઇ દેવશીભાઇ વાટીયા (ઉ.વ.૪૦ રહે. ગારીડા તા.જી. રાજકોટ) વાળાને આજરોજ ચોટીલા તાલુકાના નાળીયેરી ગામેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ કરેલ છે.
આ કામગીરીમાં વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર, એન.બી.ડાભી પો.સબ ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા પેરોલ ફર્લો સ્કવોડ/એલ.સી.બી.ના એ.એસ.આઇ. રસિકભાઇ ચાવડા, સંજયભાઇ પટેલ રજનીભાઇ કૈલા, કૌશીકભાઇ મારવણીયા તથા પો.હેડ.કોન્સ. ચંન્દ્રકાંતભાઇ વામજા, જયવંતસિંહ ગોહીલ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રા, ભરતભાઇ મિયાત્રા, ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઇ કુગસીયા, અશોકસિંહ ચુડાસમા તથા એ.એચ.ટી.યુ.ના એ.એસ.આઇ. હીરાભાઇ ચાવડા સહિતનાઓ રોકાયેલા હતાં.