મોરબીમાંથી હદપારી હુકમનો ભંગ કરનાર આરોપીને વિશીપરા વિસ્તારમાંથી ઝડપી લઈ પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ-ભુજ સહિતના જિલ્લાઓમાંથી હડપાર કરાયેલ આરોપી અબુભાઇ ફતેમામદ કટીયા (ઉ.વ. ૩૨) રહે. મોરબી વીશીપરા અમરેલી રોડ યમુનાપાર્ક જવાના રસ્તેવાળાને ૧૨ મહીના માટે હદપાર કરેલ હોવા છતાં આરોપી અબુ મોરબી જિલ્લાની હદમાંથી ઝડપાયો હતો. હદપારી હુકમનો ભંગ કરનાર આરોપી વિરુદ્ધ સીટી બી ડિવિઝનમાં ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.