Friday, April 26, 2024
HomeGujaratપાંચ જિલ્લાઓમાંથી હદપાર થયેલ આરોપી દારૂ ઢીંચેલી હાલતમાં મોરબીમાંથી ઝડપાયો

પાંચ જિલ્લાઓમાંથી હદપાર થયેલ આરોપી દારૂ ઢીંચેલી હાલતમાં મોરબીમાંથી ઝડપાયો

મોરબી સહિત પાંચ જિલ્લાઓમાંથી હદપાર પર થયેલ ઈસમ મોરબીમાથી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો જેને લઈને પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી આગળ ધપાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના હદપારી કેસ નંબર ૪૫/૨૦૧૯ તથા ૧૨/૦૭/૨૦૨૧ ના હુકમથી મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ-ભુજ જિલ્લાઓમાંથી હુકમ તા. થી ૧૨ મહીના માટે હદપાર કરેલ હોવા છતા આરોપી અબુભાઇ ફતેમામદ કટીયા મોરબીના વિશિપર અમરેલી રોડ પર યમુનાપાર્ક વાળા રસ્તે આવેલ મફતિયા પરામાંથી બેફામ દારૂ ઢીંચેલી હાલતમાં ઝડપાયો હતો. જેને પગલે હદપારી હુકમનો ભંગ બદલ અને પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)બી, ૮૫(૧) મુજબ આરોપી સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!