મોરબી સિરામિક એસોસિયેશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને મોરબી સીરામીક એસોસિએશન ના સયુંકત ઉપક્રમે આજે મોરબી ખાતે સાયકલો ફીટ ક્લબ દ્વારા આયોજીત સાયકલો ફન -૨૦૨૧ રાઇડ જે ૫ કીમી. , ૧૦ કીમી, ૨૫ કીમી, અને ૫૦ કીમી, નુ આયોજન કરેલ જેમા સાયકલો ફીટ ક્લબ ના ફાઉન્ડર મુકેશભાઇ કુંડારીયા તેમજ ચેરમેન નિલેષ જેતપરીયા , ઇવેન્ટ ચેરમેન વિજયકુમાર પટેલ , ઇવેન્ટ કો-ચેરમેન , ડો. વિજય ગઢીયા અને ડો. ભાવેષ ઠોરીયા , તેમજ અન્ય ટીમ દ્વારા આયોજન કરેલ ત્યારે આ કાર્યક્રમ નુ ઉદ્દઘાટન નિવાસી અધિક કલેક્ટર કેતન જોષી અને આર.એસ.એસ પશ્ચિમ ઝોનના સરસંઘચાલક ડો.ભાડેશિયા દ્વારા ફલેગ આપી ને સાયકલો ફન ની શરૂઆત કરેલ અને આ કાર્યક્રમ મા વિશેષ ઉપસ્થિતી મા ડો. અનિલભાઇ પટેલ ,ડો. દિપક અઘારા , ડો.દિપક પટેલ સહિતના આગેવાનો કાર્યક્રમ મા જોડાઇ ને સફળ બનાવ્યો હતો.
આ કાર્યક્રમ ના અંતે સન્માનપત્ર અને શીલ્ડ એનાયત કરેલ અને કાર્યક્રમ ને બહુજ સારો પ્રતિસાદ મળેલ ત્યારે આ તકે જણાવવુ ઘટે કે ઔધોગિક નગરી મોરબી મા આરોગ્ય માટે અને એક સાયકલીંગ કરવી જોઇયે તેના માટે ૭ વર્ષ થી લઇને ૭૦ વર્ષ સુધીના બાળકો , બહેનો , ભાઇયો અને વડીલો પણ જોડાયેલ હતા. અને વહીવટી તંત્ર , પોલીસ કર્મી તેમજ મીડીયા ના મિત્રોનો પણ સહયોગ રહેલ જેનો પણ આયોજકો આભાર માને છે.સાયકલો ફન ક્લબ દ્વારા કરવામાં આવેલ આ નમ્ર પ્રયાસ થકી મોરબીમાં વધુમાં વધુ લોકો સાઇકલ ચલાવે તેવી અપીલ કરવામાં આવે છે સાથે જ રોડ ઉપર ચાલતા અન્ય વાહન ચાલકો તેમને સહયોગ આપે જેથી ભવિષ્યમાં વધુમાં વધુ લોકો સાયકલ ચલાવવા માટે પ્રેરિત થાય તેવી વિનંતી કરી હતી.