મળતી વિગત અનુસાર મોરબીમાં વધુ એક બાઈક ચોરીની ઘટના સામે આવી છે જેમાં ગત તા.૩૧/૦૧ના રોજ ફરિયાદી અશોકભાઇ તળશીભાઇ કાનાણી ઉવ.૪૯ રહે.લજાઇ તા.ટંકારાનો દીકરો જય કાનાણી લજાઈથી મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સુપરમાર્કેટમાં ટ્યુશનમાં ગયેલ ત્યારે હોન્ડા સાઈન રજી.નં. જીજે-૩૬-એઈ-૩૪૨૬ સુપર માર્કેટમાં આવેલ ચાઇ પાર્લર સામે પાર્કિંગમાં પાર્ક કરેલ જગ્યાએથી કોઈ અજાણ્યા ચોર ઈસમ બાઈકની ચોરી કરી લઇ ગયા હતા ત્યારે અશોકભાઈ કાનાણીએ બાઈક ચોરી અંગે પ્રથમ ઈ-એફઆઈઆર બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં રૂબરૂ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે અજાણ્યા બાઈક ચોર સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.