મોરબી જિલ્લામાં દ્વિચક્રીય વાહનો ચોરી કરતી ગેંગ ફરી સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી દ્વિચક્રીય વાહનોની ચોરીના ગુનાઓમાં વધારો થતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે વાંકાનેરનાં ભાટીયા સોસાયટીમાં વધુ એક બાઈકની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરની ભાટીયા સોસાયટી શિવાજીપાર્ક-૧ માં રહેતા કમલેશભાઈ નરશીભાઈ મકવાણા નામના યુવકે પોતાની GJ-36-H-6824 નંબરનું હીરો કંપનીનુ સ્પેલન્ડર આઈસ્માર્ટ બ્લેક-રેડ કલરનુ બાઈક ગત તા.૨૭/૧૨/૨૦૨૨ ના રોજ પોતાના ઘર પાસે પાર્ક કર્યું હતું. જે બીજા દિવસે સવારે આવી જોતા સ્થળ પર નહિ મળી આવતા યુવકે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.