વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક સીરામીક કારખાનામાં કામ કરતા મૂળ બિહાર રાજ્યના વતની યુવકનો મૃત હાલતમાં મૃતદેહ મળી આવતા જેની વાંકાનેર તાલુકા પોલીસમાં જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
મળતી માહિતી અનુસાર વાંકાનેરના માટેલ રોડ પર બ્રાવેટ સીરામીક કારખાના સામે આવેલ ખૂલ્લા પટ્ટમાંથી મૂળ બીહારનો વતની અને હાલ માટેલ રોડ સ્ટાઈલીન સીરામીક કારખાનામાં રહેતા સોનુકુમાર સિંહ બ્રજમોહનસિંહ રાજપુત ઉવ.૩૪ કોઈ કારણસર મરણ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા, બનાવ બાબતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ ઘટના સ્થળે આવી યુવકના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુ અંગે અ.મૃત્યુ નોંધ કરી ક્યાં કારણોસર મોત નિપજ્યા અંગે આગળની વધુ તપાસની તજવીજ આગળ ધપાવી છે.