Monday, May 6, 2024
HomeGujaratહળવદ તાલુકાના સુસવાવ ગામેંથી કોહવાઈ ગયેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો

હળવદ તાલુકાના સુસવાવ ગામેંથી કોહવાઈ ગયેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો

હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાંથી કોહવાયેલી હાલતમાં યુવાનની લાશ મળી આવી છે. આ અંગે પોલીસને જાણ કરતા હળવદ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં બ્રાહ્મણી-૨ નદીની બાજુમાં આવેલા રામજીભાઈ ‌પુનાભાઈ દલવાડી વાડીની વાડીમાંથી અંદાજિત ૩૦ વર્ષના યુવાનનો કોહોવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે ઘટનાની જાણ થતા પી.એસ.આઈ રાજેન્દ્રદાન ટાપરીયા સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક બનાવસ્થળે દોડી ગયો હતો. જેની તપાસ હાથ ધરતા મૃતક યુવાનના ખીચામાંથી એક પર્સ મળી આવ્યું હતું. જેનો પોલીસે કબ્જો સાંભળી મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ હળવદ સરકારી હોસ્પિટલથી પેનલ પીએમ‌ માટે મૃતદેહને રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હત્યા, આત્મહત્યા કે અકસ્માતે મોત સહિતની દિશામાં હળવદ પોલીસ દ્વારા તપાસના ચક્રોગતિમાન કરાયા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!