Friday, December 27, 2024
HomeGujaratટંકારાની ખીજડીયા ચોકડી પાસે છાપરી સામે બાવળની કાંટમાંથી અજાણ્યા યુવકની લાશ મળી

ટંકારાની ખીજડીયા ચોકડી પાસે છાપરી સામે બાવળની કાંટમાંથી અજાણ્યા યુવકની લાશ મળી

બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૩૦નાં રોજ ઈમરાનભાઈ હબીબભાઈ અભરાણીએ ટંકારા પોલીસ મથકમાં ફોન કરી જણાવ્યું હતું કે ટંકારા છાપરીની સામે રાજકોટ મોરબી હાઈવે રોડથી ડાબી સાઈડ બાવળની કાંટમાં એક અજાણ્યો પુરુષ ઉંમર આશરે ૨૫ થી ૩૦ વર્ષ વાળો કોઈ કારણસર મરણ ગયેલ છે જેની લાશ ફુલાઈ ગયેલ હાલતમાં પડેલ છે. જે અંગે જાણ થતા ટંકારા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતદેહ રવિન્દ્રભાઈ દલસીંગભાઈ પરમાર (ઉ.વ.૩૫, રહે ટંકારા મુળ રહે ધામરડા પાટ ફળીયુ તા. જી. દાહોદ) વાળાનો હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!