મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યના આઝમગઢ જીલ્લાના ચાટોપુર ગામના વતની અને હાલ બેલા(રંગપર)નજીક ખોખરા હનુમાન રોડ ઇન્વેન્ટા કારખાનાની મજુર ઓરડીમાં રહેતા શ્રીકાંતરામ ગંગારામ પ્રસાદ ગઈ તા.૦૨ મે ૨૦૨૪ નાં રોજ રાત્રીના ૯.૪૦ના રોજ બેલા(રંગપર) ગામની સીમમાં શંભુ હોમડેકોર સામે કોઈ બીમારી સબબ બાવળની ઝાડીમાં મરણ ગયેલ હાલતમાં મળી આવેલ હોઈ જેથી તેને તેના પુત્ર રાહુલકુમાર શ્રીકાંતરામ પ્રસાદ દ્વારા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં પીએમ સહિતની તબીબી કાર્યવાહી પૂર્ણ કરી મોરબી તાલુકા પોલીસે અ.મોત રજી. કર આગળની તપાસ ચાલુ કરી છે.