Wednesday, December 4, 2024
HomeGujaratમકનસરનાં મહેશને વાંકાનેરમા પુલ પરથી નીચે ફેંકી દેવાનો મામલો, પત્ની-પ્રેમી સહિત ચાર...

મકનસરનાં મહેશને વાંકાનેરમા પુલ પરથી નીચે ફેંકી દેવાનો મામલો, પત્ની-પ્રેમી સહિત ચાર સામે નોંધાઈ ફરીયાદ

રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી

- Advertisement -
- Advertisement -

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મકનસર ગામે આવેલા પ્રેમજીનગરમાં રહેતા મહેશભાઇ તુલસીભાઇ પરમાર (ઉ.વ.૩૫) એ તેની પત્ની ભારતીબેન મહેશભાઇ પરમાર તથા તેનો પ્રેમી કુલદીપ ઉર્ફે કમલેશ પરસોતમભાઇ રાઠોડ અને ચીરાગ પરસોતમભાઇ રાઠોડ, સુમિત પરસોતમભાઇ રાઠોડ (રહે.બધા મકનસર, પ્રેમજીનગર, મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, પોતાની પત્ની ભારતી તેની પુત્રી સાથે કુલદીપ ભગાડી ગયો હતો. દરમિયાન પોતાની પત્ની અને પ્રેમી બન્ને સુરત તરફ હોવાની જાણ થતાં ફરિયાદી કુલદીપને ભાઈઓ સાથે કારમાં સુરત ગયા હતા. ગઈકાલે સુરતથી બન્નેને લઈને પરત આવી રહ્યા હતા. ત્યારે વાંકાનેર રેલવે પુલ નજીક પહોંચ્યા ત્યારે લઘુશંકા માટે કાર ઉભી રાખી હતી અને ફરિયાદી રેલવે પુલ પાસે ઉભા હોય ત્યારે ચારેય આરોપીઓએ દગો કરીને ફરિયાદીના પગ પકડીને પુલ નીચે ફેંકી દીધો હતો. આથી, યુવાનને ગંભીર ઇજા થતાં તેને વધુ સારવાર રાજકોટ ખસેડાયો હતો. જ્યાં તેણે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે આ બનાવ અંગે ચારેય આરોપીઓ સામે ઇ.પી.કો કલમ ૩૦૭, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!