મોરબીના ગાંધીચોકમાં આવેલા વર્ષો જુના શોપિંગ સેન્ટરની ઇમારત ખખડી ગઈ છે.આ શોપીંગ સેન્ટર એટલી હદે જર્જરિત થઈ ગયું છે કે તેમાંથી વારંવાર પથ્થરો સહિતના મસમોટા ગાબડા પડે છે.અને શોપિંગ સેન્ટરની દુકાનોના માલિકો અને રાહદારીઓ તેમજ વાહન ચાલકોને જીવ ઉપર જોખમ ઉભું થયું છે.
મોરબીના ગાંધીચોકમાં વાંદરીવાળી તરીકે ઓળખાતા વિસ્તારમાં સરકારી હોસ્પિટલ રોડ ગોકુલ ઝેરોક્ષની સામે આવેલ શોપિંગ સેન્ટરમાં ભાડેથી દુકાનો ધરાવતા વેપારીઓએ આજે કલેક્ટરને રજુઆત કરી હતી કે, આ શોપિંગ સેન્ટરનું બાંધકામ વર્ષો જૂનું હોવાથી કાળક્રમે આ શોપિંગનું બિલ્ડીંગ એકદમ ખખડી ગયું છે અને બિલ્ડીંગ ભારે જર્જરિત થઈ જવાથી જોખમી બની ગયું છે.આ મિલકત જોખમી હોવાથી અવારનવાર બિલ્ડીંગ ઉપરથી પથ્થરો સહિતના મસમોટા ગાબડા નીચે પડે છે.તેથી દુકાનદારો અને રસ્તેથી પસાર થતા લોકો ઉપર જીવનું જોખમ રહે છે .વારંવાર ગાબડા નીચે પડતા હોવાથી જાનમાલને મોટું નુકસાન થાય તેવી ભીતિ છે.જોકે આ શોપિંગને રિપેરીગ કરાવવા માટે મિલકતના માલિકોને વેપારીઓએ અવારનવાર નોટિસ પાઠવી છે તેમજ પાલિકા તંત્રએ પણ મિલકતના માલિકોને નોટિસ ફટકારી છે તેમ છતાં આ મિલકતના માલિકોને શોપિંગને રીપેર કરવાના દરકાર કરતા નથી.આથી આ જોખમી મિલકતથી મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં શોપિંગને યોગ્ય રીતે રિપેરીગ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.