મોરબીના નગર દરવાજા ચોક પાસેથી પીધેલી હાલતમાં નીકળેલ કાર ચાલકને ઝડપી લઈ પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફ શહેરી વિસ્તારમાં પેટ્રોલીગમાં હતો આ દરમિયાન નગર દરવાજા ચોક નજીકથી શંકાસ્પદ હાલતમાં નીકળેલ ફોર્ડ કંપની હેન્ડઓવર મોડલ જેના રજી.નં.જીજે-૩૬-એલ-૭૭૭૭ જેની કિ.રૂ ૨૦,૦૦,૦૦૦ના ચાલક ભરતભાઇ બચુભાઇ વાસદડીયા (ઉ.વ.૪૪ ધંધો-વેપાર રહે મોરબી રવાપર રોડ ગૌતમ સોસાયટી નિલકંઠ સ્કુલ પાસે)ને અટકાવી તેની પૂછપરછ કરતા ચાલકે ચીકાર દારૂનો નશો કર્યો હોવાનુ ખુલ્યું હતું જેને પગલે પોલીસે કાર ચાલક ભરત વાસદડીયા વિરુદ્ધ સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં એમ.વી.એકટ કલમ-૧૮૫,૩,૧૮૧ મુજબ કાર્યવાહી કરી હતી.