મોરબીનાં રાજપર નજીક નવા બની રહેલા એરપોર્ટની જમીન માપણી કરવા આવેલ યુવક ઉત્તમ હરજીવનભાઈ ફુલતરિયા રહે.થોરાળા એકાએક ગુમ થઈ ગયો હતો જો કે આ યુવક તળાવમાં ડૂબ્યો હોવાની પોલીસને આશંકા હતી જેને લઈને રાત્રીના મોરબી તાલુકા પોલીસ ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી તરવૈયાઓ અને રાજપર ગ્રામજનોની મદદથી યુવકને શોધવા કવાયત હાથ ધરી હતી જેમાં આજે સવારે 10 વાગ્યાની આજુબાજુ એન્જીનીયર યુવક ઉત્તમનો મૃતદેહ રાજપર ના તળાવમાંથી મળી આવ્યો હતો જેમાં 14 કલાકની જહેમત બાદ મૃતદેહ મળતા મૃતદેહ ને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે જેની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસે હાથ ધરી છે તો બીજી બાજુ આશાસ્પદ યુવાનના કરુણ મોતથી પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે હાલ પોલીસે આ બનાવ કઈ રીતે બન્યો તેની તજવીજ હાથ ધરી છે.