રાજ્યમાં ગત 13મી ફેબ્રુઆરી, 2022ના રોજ યોજાનારી અને બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા મોકૂફ રખાયા બાદ આ અંગે નવી જાહેરાત કરવામાં આવી છે. આગામી તા. 24મી એપ્રિલ, 2022ના રોજ યોજાશે. ઉલ્લેખનીય છે કે 3900થી વધુ જગ્યાઓ માટેની બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે 10 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ , ગાંધીનગર દ્વારા “ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મહેસુલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરીઓ માટે કારકુન, વર્ગ -૩ સંવર્ગ અને સચિવાલયના વિભાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ, વર્ગ -૩ ” માટે તા.૧૨ /૧૦/૨૦૧૮ અને તા.૧/૬/૨૦૧૯, તથા તા.૧૬/૧૧/ ૨૦૧૯ ની સુધારા જાહેરાત અન્વયે પ્રથમ તબક્કાની MCQ – OMR પધ્ધતિની સ્પર્ધાત્મક લેખિત કસોટી તા ૨૪/૦૪/ ૨૦૨૨ ને રવિવારે, સવારે ૧૧-૦૦ થી ૦૧-૦૦ દરમિયાન આયોજન કરવા અંગે મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. સ્પર્ધાત્મક લેખીત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના પંદર દિવસ પહેલાં મંડળની વેબસાઈટ ( https://gsssb.gujarat.gov.in ) પર મુકવામાં આવશે.તેમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ દ્વારા સતાવાર રીતે જાહેર થવા પામ્યું છે.