Saturday, April 20, 2024
HomeGujaratમોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આવતીકાલે 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ નિહાળવાનું આયોજન કરાયું

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આવતીકાલે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ નિહાળવાનું આયોજન કરાયું

તાજેતરમાં રિલીઝ થયેલ ધ કાશ્મીર ફાઇલ ફિલ્મની દેશના ચારેકોર ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીથી માંડીને તમામ અગ્રણી નેતાઓએ આ ફિલ્મને વખાણી છે. બીજી બાજુ ગુજરાત સરકારે પણ આ ફિલ્મને કરમુક્ત કરી છે. ત્યારે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા સિનેમા ઘરમાં નિહાળવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

તાજેતરમાં રિલિઝ થયેલ કાશ્મીરી પંડિત ઉપરના લાગણીસભર વિષય ઉપર બનેલ અને બ્રહ્મસમાજની સત્ય હકીકત અને ભૂતકાળમાં બનેલા બનાવોને જીવિત કરતી ખૂબ જ સરસ મુવી મોરબી બ્રહ્મ સમાજના તમામ એક્ટિવ કાર્યકરો સાથે નિહાળવાનું આયોજન કરેલું છે. ઇચ્છુક લોકોએ નામ રજીસ્ટર કરાવેલ છે તેઓએ આવતીકાલે તા.16-03-2022 સાંજે 7-00 બુધવારે વાગ્યે સ્કાય મોલ ખાતે સ્કાય સિનેમા ખાતે ઉપસ્થિત રહેવા બ્રહ્મ સમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા, અમુલભાઈ જોષી અને સંયોજક સચિનભાઈ વ્યાસ દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!