મોરબીમાં જમીન કબજા અને ગેરકાયદે દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે જેમાં પહેલા માલિકીની કિંમતી જગ્યા પર દબાણ કરે અને બાદમાં ત્યાથી ખાલી કરવા તગડા ભાવ વસુલે છે ત્યારે મોરબીમાં અનેક ગુનાઓ માં સંડોવણી ધરાવતા કુખ્યાત શખ્સ સામે નોધાયો જમીન પચાવી પાડવાનો લેન્ડ ગ્રેબિંગ હેઠળ પ્રથમ ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે જેમાં મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ગુનાઓમાં સંડોવણી ધરાવતા દાઉદ મહમદ પલેજા ઉર્ફે દાવલા વિરુદ્ધ પશુપાલન વિભાગની ઘેટા સર્વધન ફાર્મની જમીન પાંચવી પાડી દુકાનો બનાવવા મામલે ગુનો નોંધાયો હતો જેમાં મોરબી બી ડીવીઝન પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર વટહુકમ ૨૦૨૦ની કલમ-૩,૪(૧)(3),5(ગ) મુજબ દાઉદ ઉર્ફે દાવલાની ધરપકડ કરી છે.મોરબીમાં ઘણી જગ્યાએ દબાણ છે ત્યારે મોરબી જીલ્લામાં લેન્ડ ગ્રેમ્બિગ હેઠળ ગુનો નોંધાતા હાલ ચકચાર મચી જવા પામ્યો છે તો બીજી બાજુ દબાણ કરતા માફિયાઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે હાલ મોરબી પોલીસે આરોપી દાઉદ ઉર્ફે દાવલા ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.