મોરબીમાં ઇન્ડીયન લાયોનેસ ક્લબના સ્થાપના દિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં આ ઇન્ડીયન લાયોનેસ ક્લબની સ્થાપના ૨ જુલાઈ ૧૯૯૫ ના રોજ કરવામાં આવી હતી જેમાં મોરબીમાં દીપ પ્રાગટ્ય કરી અને કેકનકટીગ કરી ભારતમાતા ને વંદન કરીને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી
આ ઇન્ડીયન લાયોનેસ ક્લબના ટુંક ઇતિહાસ વિશે વાત કરીએ તો આ ક્લબના પાયા ના પત્થર સમાન એવા અને અનેક વિચારો નું મંથન કરી ઈ. લા. કૌશિક ભાઈ બુમિયા દ્વારા અનેક પડકાર ઝીલીને ૨ જુલાઈ ૧૯૯૫ ના રોજ ફકિરભાઈ વાધેલા ના હસ્તે “ઈન્ડિયન લાયન્સ” સંસ્થા ની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારથી ભારતમાં આ સંસ્થા ના બીજ રોપાયા હતા બીજ રોપણ કયૉ પછી ઇન્ડીયન લા ક્લબના ચીફ પેર્ટન ઈ. લા. હિતેશભાઈ પંડ્યા કે જેઓ છેલ્લા માં છેલ્લા માનવીની ચિંતા રાખનાર, સંકટમાં મુકાયેલા ને રાહ દેખાડનાર પોતાનો અભિગમ, સંકલ્પ શક્તિ અને સંધષૅના મેદાનમાં ઝઝુમી ૭૦ થી ૮૦ ક્લબ ને જીવંત રાખવામાં હરણફાળ ફાળો આપ્યો છે. ટૂકમા કહીએ તો મુશ્કેલીઓ જેટલી મોટી એટલી સિદ્ધિ ની ઉંચાઇ ને આંબવાની તક વધુ હોય છે.તેમને સમગ્ર ઇન્ડીયન લાયોનેસ ક્લબ અને અન્ય લોકોને શિખવ્યું જીન્દગી ના પડકારોને જે જીતીને તૈયાર થાય છે તેઓ કદી અસફળ થતાં નથી. અને આ તકે આ સંસ્થા માં વધુ ને વધુ બહેનો જોડાય એનું માગૅદશૅન આપવામાં આવ્યું હતું અને ઇન્ડીયન લાયોનેસ ની ૧૫૧ ક્લબ નું નીમૉણ કરવા માટે આગામી પ્રોજેકટ ની માહિતી આપી ચચૉ વીચારણા કરવામાં આવી હતી.
આ તકે ગરબ, રમત ગમત અને સેલ્ફી સહિત ના મનોરંજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને આ ભવ્ય ઉજવણી માં ઈ.લા. કૌશિક ભાઈ બુમિયા, ઈ.લા. હિતેશભાઈ પંડ્યા અને ઈ.લા. આશાબેન, ઇન્ડીયન લાયોનેસ ક્લબ મોરબીના પ્રમુખ નયનાબેન બારા તેમજ મોરબી ઈ.લા.ના હોદેદારો અને સભ્યો તેમજ અનેકવિધ પ્રત્યક્ષ કે પરોક્ષ મહાનુભાવો અને સન્નારીઓનુ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.