Friday, April 26, 2024
HomeGujaratAhmedabadઅમદાવાદ:દરિયાપુરમાં જીમખાનામાં જુગારધામ ચાલતું હતું તે જીમ સંચાલકો સાથે 'ખાસ સંબંધ' ધરાવતા...

અમદાવાદ:દરિયાપુરમાં જીમખાનામાં જુગારધામ ચાલતું હતું તે જીમ સંચાલકો સાથે ‘ખાસ સંબંધ’ ધરાવતા એકસો પોલીસ કર્મીઓને સ્ટેટ મોનીટરીંગ સેલનું તેડુ

અમદાવાદમાં દરિયાપુર વિસ્તારમાં આવેલ મનપસંદ જીમખાનામાં રેડ કરીને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરિયાપુર પોલીસ મથકેથી માત્ર ૧૦૦ મીટર દૂર મસમોટું જુગારધામ ઝડપી લેવામાં આવ્યું હતું જેમાં તપાસ દરમિયાન આ જિમખાના કમ જુગારધામ ના સંચાલકોનો પોલીસ કર્મીઓ ને અધિકારીઓ સાથે ખાસ સંબંધ હોવાનું સામે આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

જેમાં અમદાવાદ દરિયાપુર પોલીસ સ્ટેશન થી માત્ર ૧૦૦ મીટર દૂર તા ૬ જૂન ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડીને જુગરધામમાં જુગાર રમતા ૧૮૦ જેટલા જુગારીઓ ૧ કરોડના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા જેમાં જે તે સમયે દરિયાપુર પોલીસ મથકના પીઆઇ અને ડી સ્ટાફ પીએસઆઈ સહિત ૧૨ જેટલા પોલીસ કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેમાં વધુ તપાસ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ૬૦ પોલીસ કર્મી અને દરિયાપુર તેમજ અન્ય મળી કુલ ૧૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ જેઓ જીમખાના અને જુગારધામ ના સંચાલકો સાથે સાંઠ ગાંઠ ધરાવે છે તેમના ના નામ ખુદ જુગારધામમાં ઝડપાયેલા સંચાલકો દ્વારા આપવામાં આવ્યા હતા અને કોલ ડિટેઈલ માં પણ અનેક પોલીસ કર્મીઓની સંડોવણી બહાર આવી હતી તેમજ રેડ દરમિયાન સીસીટીવી ફૂટેજ ચેક કરતા ત્યાં આવા પોલીસ કર્મીઓની રોજ બરોજની અવર જવર રહેતી હતી અને આરામ ફરમાવતા નજરે પડ્યા હતા જ્યારે આવડું મોટું જુગાર ધામ પોલીસના ધ્યાન બહાર હોય એવી શકયતા પણ હવે રહી નથી કેમ કે પોલીસ કર્મચારીઓ પોતે ત્યાં આરામ ફરમાવવા અને ખાસ સંબંધીઓ એવા જુગાર ધામ ચલાવતા શખ્સો સાથે ખાસ વાતચીત કે મિલાપ કરવા માટે જતા હતા જેથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા તમામ ૧૦૦ જેટલા પોલીસ કર્મચારીઓને ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા છે અને તેમની સામે ઇન્કવાયરી શરૂ કરવામાં આવી છે. ઇતિહાસમાં લગભગ પ્રથમ વખત આ પ્રકારની ઘટના બની હશે કે એક સાથે ૧૦૦ પોલીસ કર્મચારીઓ પર ઇન્કવાયરી શરૂ કરવામાં આવી હોય વધુમાં આ તપાસ પેહલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ને સોંપવામાં આવી હતી એટલે બિલાડીને દૂધનુ રખોપુ આપવામાં આવ્યું હોય એવો ઘાટ સર્જાયો હતો જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તે સમયે તપાસ કરવામાં આવી જ. નહીં કેમ કે ક્રાઇમ બ્રાન્ચના જ ૬૦ જેટલા કર્મીઓ આ જીમખાના સાથે ખાસ ઘરોબો ધરાવતા હતા.

જેથી હવે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા નામજોગ એકસો જેટલા પોલીસ કર્મચારીઓ ને ગાંધીનગર ખાતે બોલાવી પૂછપરછ કરવામાં આવશે અને આ જુગારધામ ને છાવરવામાં કોનો કેટલો ફાળો હતો તેની તપાસ કરવામાં આવશે અને ખાતાકીય પગલાં લેવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!