Saturday, November 23, 2024
HomeGujaratધાડ વિથ ટ્રિપલ મર્ડરના ગુનામાં ફરાર આરોપી મોરબીથી ઝડપાયો

ધાડ વિથ ટ્રિપલ મર્ડરના ગુનામાં ફરાર આરોપી મોરબીથી ઝડપાયો

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર રૂલર પોલીસ સ્ટેશનના ધાડ વિથ ત્રિપલ મર્ડરના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પૈકી પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડનાં પો.હેડ.કોન્સ. ચંદ્રકાન્તભાઈ વામજા તથા એલસીબી પો.કોન્સ. નીરવભાઈ મકવાણાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે એકાદ વર્ષ પહૅલા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પો.સ્ટે.વિસ્તારના તા. હાંસોટ ની સીમમાં આવેલ બંધ કંપનીમાં ભંગાર પડેલ હોય. જે કંપની તથા ભંગારની માલ મિલ્કત સાચવવા સીકયુરીટી રાખેલ હોય. અને એક કંપનીમાં ભંગારની ચોરી કરવા પચીસથી ત્રીસ જેટલા અજાણ્યા આરોપીઓ બોલેરો પીકઅપ તથા થ્રિ-વ્હીલ ટેમ્પોમાં લોખંડના પાઈપ, લાકડીઓ, ધારીયા તથા બટનીશવો જેવા જીવલેણ હથીયારો ધારણ કરી એક વર્ષ પહેલાં રાત્રીના કંપનીમાં ધાડ પાડી ભંગારની ચોરી કરી લઇ જતા હતા.જેઓને અટકાવવા સીકયુરીટીના માણસોએ આરોપીઓનો સામનો કરતા આરોપીઓએ ફરીયાદી તથા સાફેદોને લાકડીઓ પાઇપો વડે આડેધડ માર મારી ત્રણ લોકોને મારી નાખી કંપનીમાંથી ઇલેકટ્રીક મોંટર જનરેટર ચાર્જ કરવાની બેટરી, બિલ વાયરોના રોલ વિગેરે મુદામાલની ધાડ પાડી લઈ ગયા હતા. જે અંકલેશ્વર રૂરલ પોલિસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ હતો. જેમાં પોલીસે 5 આરોપીને ઝડપી લીધા હતા. જો કે હાલમાં અન્ય આરોપીઓ પૈકી નાસતા ફરતા આરોપી યજ્ઞેશ ઉર્ફે મૂંડીયો કલ્યાણભાઈ સોલંકી(ઉ.વ.૨૦) રહે. હાલ રંગપર-જેતપર રોડ પાવળીયારી કેનાલ પાસે, આર્કીટોન સીરામીકની ઓરડીમાં તા.જી.મોરબી, મુળ રહે. કતારગામ, તાપી નદીના પારા ઉપર નવાબ વાડી પાસે ખુલ્લી જગ્યામાં સુરત તથા મુળ રહે. દરેડ તા.જી. ભાવનગર વાળાને આજરોજ પાવળીયારી કેનાલ પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી ભરૂચ જિલ્લા પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરી હતી.

આ સફળ કામગીરીમાં એલસીબી પીઆઈ વી. બી. જાડેજા, પો.સ.ઈ. એન. બી. ડાભી, એએસઆઈ હિરાભાઇ ચાવડા, પો.હેડ.કોન્સ. ચંદ્રકાન્તભાઈ વામજા, જશવંતસિંહ ગોહિલ, રસિકભાઈ ચાવડા, ચંદુભાઈ કાણોતરા, પો.કોન્સ. દશરથસિંહ પરમાર, નીરવભાઈ મકવાણા, જયેશભાઈ વાઘેલા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, સહદેવસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, આશીફભાઈ ચાણક્યા સહિતનાઓ રોકાયેલા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!