મોરબી પંથકમા દિવસેને દિવસે વધતા ચોરીના બનાવો વચ્ચે લજાઈ નજીક એક સાથે છ કારખાનાના તાળા તૂટતા ઉદ્યોગપતિઓના પેટમાં ફાળ પડી ગયો છે.
શિયાળાની વિદાય નજીક હોવા છતાં મોરબી પંથકમાથી ચોરીના બનાવો અટકવાનું નામ જ ન લેતા હોય તેમ વધુ એક ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં મોરબીના લજાઈ નજીક ભીમનાથ ચોકડી પાસેના ક્રિએટીવ પેપર ટ્યુબ ,રેનબો લેમીપેક,રાધે પોલીપેક, ઇલોરા પ્રિન્ટ પેક,ગોરલ, વામજા પ્લાસ્ટિક સહિતના છ કારખાનાને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જોકે કારખાનામાંથી કોઈ વસ્તુની ચોરી થઈ કે કેમ ? તે અંગે કોઈ સતાવાર વિગત જાહેર થવા પામી નથી.