Tuesday, April 23, 2024
HomeGujaratમોરબીમાં વિદ્યાર્થીઓ દ્વારા જ્વાળામુખી, પ્લાસ્ટિક, પ્રદૂષણ સહિતની કૃતિઓ થકી વિજ્ઞાન દિવસ ઉજવાયો

મોરબીમાં વિદ્યાર્થીઓ દ્વારા જ્વાળામુખી, પ્લાસ્ટિક, પ્રદૂષણ સહિતની કૃતિઓ થકી વિજ્ઞાન દિવસ ઉજવાયો

મોરબીની નવયુગ વિદ્યાલય ખાતે તા. 28 ફેબ્રુઆરી એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ વિશિષ્ટ સાયન્સ એક્સપોનું આયોજન કરાયું હતું. જેમાં ધોરણ 6 થી 9 ના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટ તેમજ પ્રયોગો, સેટેલાઈટના ઉપયોગો, ઇલેક્ટ્રોમેગ્નેટિક જનરેટર, વેક્યૂમ ક્લીનર, પાવર સેવર ડિવાઈસ, DNA મોડેલ, માનવ હ્રદય, માનવ મસ્તિષ્ક, પરાવર્તનની સંખ્યા, જ્વાળામુખી, પ્લાસ્ટિક પ્રદૂષણનું નિવારણ, સોલર પેનલ, ચોકલેટ વેન્ડિંગ મશીન તેમજ અવનવી કૃતિઓ રજૂ કરી હતી.

- Advertisement -
- Advertisement -

વિજ્ઞાનના ઉપયોગથી માંડી પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ સહિતની વિકટ સમસ્યાઓના ઉકેલ માટે ઇનોવેટિવ થિન્કિંગ દ્વારા પોતાની કૃતિઓ રજૂ કરી હતી. આ તકે પધારેલ મહેમાનોને વિધાર્થીઓએ કૃતિઓ અંગે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ વિદ્યાલયના વિજ્ઞાનના શિક્ષકો તેમજ કો-ઓર્ડિનેટર શિક્ષકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!