Saturday, December 21, 2024
HomeGujaratમોરબીમાં પીપળી રોડ પર લૂંટનો માસ્ટર માઈન્ડ ફરિયાદીનો ભાઈ જ નીકળ્યો :...

મોરબીમાં પીપળી રોડ પર લૂંટનો માસ્ટર માઈન્ડ ફરિયાદીનો ભાઈ જ નીકળ્યો : પોલીસે મોં માં આવેલો કોળિયો છીનવી લીધો : બે આરોપીઓની મુદામાલ સાથે ધરપરકડ કરી

પીપળી રોડ પરથી ગઈકાલે 7.61 લાખની લૂંટ કરનારા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી : સો ટકા મુદામાલ રિકવર કર્યો

- Advertisement -
- Advertisement -

મોરબીના પીપળી રોડ પર ગઈકાલ દિન દહાડે લૂંટની ઘટના બની હતી જેમાં મની ટ્રાન્સફરનું કામ કરતાં આશિષસિંહ વાઘેલા નામના યુવાનને આંખમાં મરચું છાટી 7.61000 રૂપિયાની લૂંટ ચલાવી બે અજાણ્યા ઈસમો નાસી છૂટ્યા હોવાની પોલીસ ફરિયાદ મોરબી તાલુકા પોલીસને મળતાં જ એસપી એસ આર ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈની સુચનાથી જિલ્લા તેમજ આજુબાજુના જીલ્લામાં નાકાબંધી કરી મોરબી તાલુકા પીએસઆઇ એ એ જાડેજા,એલસીબી પીએસઆઇ એન બી ડાભી સહિતની ટિમો દોડતી થઈ હતી જેમાં આજે મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ દ્વારા પ્રેસ કોંફરન્સ સંબોધી માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી પોલીસે લૂંટના આરોપીઓની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી સો ટકા મુદામાલ કબ્જે કરવામાં સફળતા મળી છે સાથે જ તેઓએ ઘટનાની વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે આ લૂંટને અંજામ આપનારો ફરિયાદી અને ભોગ બનનાર આશિષસિંહનો જ સગો ભાઈ મહાવીરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા અને સહદેવસિંહ વાઘુભા વાઘેલા રહે બન્ને પીપળી ગામની સિમ મૂળ ગામ રહે.બેલા રાપર કચ્છ વાળાની ધરપકડ કરી છે સાથે જ ફરીયાદી ના ભાઈએ જ આ સમગ્ર બનાવનો પ્લાન ઘડ્યો હતો અને બાદમાં લૂંટને અંજામ આપ્યું હતું લૂંટ કર્યા બાદ કાચા રસ્તે બન્ને આરોપીઓ કચ્છ તરફ નાસી છૂટ્યા હતા જો કે મોરબી પોલીસે નાકાબંધી કરી હતી જેના પગલે આરોપીઓના મોં માં આવેલો કોળિયો પોલીસે છીનવી લીધો હતો અને લૂંટમાં ગયેલા તમામ રૂપિયા ૭,૬૧,૮૫૦ કબ્જે કર્યા હતાં સાથે જ આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવણી ધરાવે છે કે કેમ એ અંગે આરોપીઓના રિમાન્ડની માંગણી સાથે આવતીકાલે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ મોરબી તાલુકા પીઆઈ એમ આર ગોઢાણીયાએ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!