Thursday, December 26, 2024
HomeGujaratગાંધીધામથી સગીરાનું અપહરણ કરનાર શખ્સ મોરબીથી ઝડપાયો

ગાંધીધામથી સગીરાનું અપહરણ કરનાર શખ્સ મોરબીથી ઝડપાયો

મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાની સુચના તથા ડીવાયએસપી રાધીકા ભારાઇ અને પીઆઈ વી.એલ.પટેલનાં માર્ગદર્શન હેઠળ મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમ્યાન પો.કોન્સ. ઇકબાલભાઇ સુમરા, કેતનભાઇ અજાણા, ભગીરથભાઇ લોખીલને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં અપહરણનાં ગુનામાં નાસતો ફરતો જાહેર કરેલ આરોપી ઇમરાનભાઇ ઇબ્રાહીમભાઇ કટીયા (ઉ.વ.૨૨ ધંધો મજુરી રહે.કિડાણા તા.ગાંધીધામ જી. કચ્છ) વાળાને વીશીપરા વાડી વિસ્તાર ખાતેથી ઝડપી પાડી ભોગ બનનાર સગીરાને હસ્તગત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પીએસઆઈ એલ.એન. વાઢીયા, ડી સ્ટાફનાં પો.હે.કો. ભગવાનભાઈ રામજીભાઇ ખટાણા, પો.હે.કો. વનરાજભાઇ મુળુભાઇ ચાવડા, પો.કોન્સ. ઇકબાલભાઇ સુમરા, કેતનભાઇ અજાણા, ભગીરથભાઇ લોખીલ, આર્મ્ડ પો.કોન્સ. દેવસીભાઇ ડુંગરભાઇ મોરી વિગેરેનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!