મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલની વિદ્યાર્થીની રાઠોડ માધવી સંદીપભાઈએ ધોરણ-10ના પરિણામમાં 99.97 PR સાથે ગુજરાત બોર્ડમાં તૃતીય સ્થાન મેળવી અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે, જેના કારણે સમગ્ર શહેરમાં ગૌરવની લાગણી છવાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, માધવીએ કુલ 600 માંથી 587 માર્ક મેળવી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત વિષયોમાં 100માંથી 100 માર્ક મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી છે, જ્યારે અંગ્રેજીમાં 95 અને ગુજરાતી વિષયમાં 92 માર્ક મેળવ્યા છે. નીલકંઠ સ્કૂલના આ ઉત્તમ પરિણામને લઈ શાળા પરિવાર, વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. શાળાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે મહેનત અને યોગ્ય માર્ગદર્શનથી સફળતા પ્રાપ્ત કરી શકાય છે. માધવીની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપવામાં આવી છે.





