Friday, September 20, 2024
HomeGujaratમોરબીના શાકમાર્કેટ પાછળ ગટર ઉભરાવવાનો પ્રશ્ન ચરમસીમાએ :ગેરકાયદે દબાણઅને કચરો નાખવાના ના...

મોરબીના શાકમાર્કેટ પાછળ ગટર ઉભરાવવાનો પ્રશ્ન ચરમસીમાએ :ગેરકાયદે દબાણઅને કચરો નાખવાના ના લીધે ગટરો ના પાણી નો રસ્તો બંધ : તંત્ર કરતા ગેરકાયદે દબાણ કરતા અને ગટરમાં કચરો નાખતા વેપારીઓ વધુ જવાબદાર ?

મોરબીના શાક માર્કેટ પાછળની શેરીઓમાં ગટરના ગંદા પાણી ઉભરાવવાનો પ્રશ્ન ઘણા સમયથી છે પરન્તુ આ પ્રશ્ન નું કારણ વેપારીઓ તંત્રને ગણાવે છે એકવાર માની પણ લઈએ કે તત્ર ની જવાબદારી બને છે પરન્તુ જ્યારે તંત્ર આ ગટર નું કારણ જાણી તેનો રસ્તો કરવા જાય છે ત્યારે ત્યાંના જ સ્થાનિક વેપારીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવે છે જેમાં મોરબીના શાક માર્કેટ પાછળ આવેલ વિસ્તારમાં લાંબા સમયથી ગટરની ગંદકી ઉભરાવવાનો સળગતો પ્રશ્ન છે. તંત્રએ આ ગટરની સમસ્યા કાયમી રીતે હલ કરવાની ક્યારેય નક્કર કાર્યવાહી કરી નથી તેવા આક્ષેપો વેપારીઓ દ્વારા કરાયા છે જ્યારે જ્યારે ગટર ઉભરાઈ ત્યારે તંત્ર માત્ર ઉપરછલ્લી સફાઈ જ કરી સંતોષ માની લે છે પરન્તુ આ ગટર કયા કારણોથી ઉભરાઈ છે એ કારણ જાણવામાં કોઈને રસ નથી કારણ કે આ માટે ગેરકાયદેસર દબાણો અને ગટરમાં તેની કેપીસીટી કરતા વધુ ગેરકાયદેસર જોડાણો કારણભુત છે જે જગ્યાએ વેપારીઓએ પોતાની દુકાન ને લાગુ પડતી હતી કે ગટર નો રસ્તો હતો ત્યાં અમુક જગ્યાએ બંધ કરી દેવામાં આવી છે અને એક બીજાની દેખા દેખીમાં મોટા ભાગની નાની નાની ગટરના ગંદા પાણીનો નિકાલ અંતે બંધ થઈ ગયો છે તો બીજી બાજુ વેપારીઓ દ્વારા પણ જે ગટર માં પાણી જાય છે તેમાં શાક ભાજીનો કચરો નાખવામાં આવે છે જેના લીધે ગટરમાં ડટ્ટો લાગી જાય અને એ પરીણામ બજારના વેપારીઓ અને પ્રજા પણ ભોગવે અને અને બાદમાં પાડા ના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ થાય છે અને ઘડો તંત્ર પર ફોડવાં માં આવે છે પણ શું આ માટે તંત્ર જવાબદાર છે ? આ મોટો પ્રશ્ન છે હાલ વેપારીઓ તેના જ વેપારી મિત્રોની ભૂલના કારણે દુઃખી થાય છે જે અત્યંત શરમજનક બાબત છે જેનો મૂળ થી ઉકેલ લાવવા બંધ ગટરો ખોલવા અને ગેરકાયદેસર દબાણ ખોલવા તેમજ શાકનો કચરો ન ફેંકવા પ્રથમ નિર્ણય કરવો આવશ્યક છે બાદમાં જ તંત્ર મદદ કારગર નીવડે તેવી સ્થિતિ નું નિર્માણ થયુ છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!