Thursday, January 23, 2025
HomeGujaratટંકારા તાલુકાની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટિમની પુનઃરચના કરાઈ

ટંકારા તાલુકાની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટિમની પુનઃરચના કરાઈ

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ટંકારા તાલુકા ટીમની પુનઃરચના કરવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઇ વડસોલા દ્વારા ટંકારા તાલુકા ટીમના જવાબદાર વ્યક્તિઓના નામની ઘોષણા કરવામાં આવી જેમાં વર્તમાન અધ્યક્ષ ગોરધનભાઈ ચીકાણી વય મર્યાદાના કારણે નવૃત થઈ રહ્યા હોય નવા અધ્યક્ષ તરીકે ડાયાલાલ બારૈયા, કાર્યકારી અધ્યક્ષ તરીકે રોહિતભાઈ ચીકાણી, મંત્રી તરીકે રસિકભાઈ ભાગીયા, સિનિયર ઉપાધ્યક્ષ તરીકે રમણિકભાઈ વડાવીયા,ઉપાધ્યક્ષ તરીકે ચેતનભાઈ ભાગીયા તથા ઘનશ્યામભાઈ ભોરણિયા સંગઠનમંત્રી તરીકે સતિષભાઈ પટેલ, પ્રચારમંત્રી તરીકે હીમાંશુભાઈ સરવૈયા, આંતરિક ઓડિટર તરીકે ભાવેશભાઈ સંઘાણી, કોષાધ્યક્ષ તરીકે મહેશભાઇ આદ્રોજા, સહમંત્રી તરીકે પરેશભાઈ અઘારાને દાયિત્વ સોંપવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

 

વધુમાં મહિલાશક્તિને પણ સંગઠનને મજબૂત બનાવવાની જવાબદારી આપવામાં આવી છે જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ટંકારા તાલુકાના મહિલા ઉપાધ્યક્ષ તરીકે જયશ્રીબેન પીપળીયા, મહિલામંત્રી તરીકે જાગૃતિબેન વડાવીયા, મહિલા સહમંત્રી તરીકે ચંદ્રિકાબેન સતિષભાઈ પટેલ, રસ્મિતાબેન વાંસજાળીયા તેમજ ધનેશ્વરીબેન પટેલની વરણી કરવામાં આવી છે. આ તકે મોરબી જિલ્લા ટીમ માંથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઇ વડસોલા, મંત્રી કિરણભાઈ કાચરોલા,મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ તેમજ માળિયા તાલુકાના અધ્યક્ષ હરદેવભાઈ કાનગડ, સંગઠન મંત્રી હિતેષભાઈ ગોપાણી,સહ સંગઠનમંત્રી ચેતનભાઈ ભાલોડિયા, પ્રચારમંત્રી હિતેષભાઈ પાંચોટીયા, માળિયા તાલુકાના સિનિયર ઉપાધ્યક્ષ રાજેશભાઇ રાઠોડ તેમજ મોરબી તાલુકાના કાર્યાલયમંત્રી મહાદેવભાઈ રંગપડીયા હાજર રહ્યા હતા એમ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના પ્રચારમંત્રી હિતેષભાઈ પાંચોટીયાની યાદીમાં જણાવાયુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!